અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-19 16:27:51
  • Views : 153
  • Modified Date : 2023-07-19 16:27:51

હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ચાંદખેડા સહિતના પૂર્વ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. તેમજ વસ્ત્રાપુર, નરોડા, બોપલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક ભારે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે.તો આજે જૂનાગઢના માંગરોડમાં 4 કલાકમાં 9 વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણી ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા માંગરોળથી કેશાદ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. તો બીજી તરફ માંગરોળથી સોમનાથ જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. આ સાથે જ વાહન વ્યવહાર ઠપ થતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

Download Our B K News Today App



Related News