અંબાજીમાં વહેલી સવારથી ભારે વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-10 16:02:44
  • Views : 111
  • Modified Date : 2023-07-10 16:02:44

બનાસકાંઠાના અંબાજીમાં  ભારે વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે, અંબાજીની બજાર સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા બજારો પણ મોડી ખુલી હતી.બનાસકાંઠાના પાલનપુર, ધાનેરા,  ભાભર સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. પાલનપુરમાં 3 કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ ખાબકતાં ગઠામણ પાટિયા નજીક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. શહેરથી 20 ગામોને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

Download Our B K News Today App



Related News