આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં અપાયુ ઓરેન્જ એલર્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-19 16:52:38
  • Views : 105
  • Modified Date : 2023-07-19 16:52:38

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા  ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક સ્થળે ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે.હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. આજે સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જૂનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલીમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, અમરેલી,ભાવનગર, બોટાદ, ગાંધીનગર, મોરબી, મહેસાણા, પંચમહાલ ,સુરેન્દ્રનગર,તાપી સહિતના જિલ્લાઓમાં આજે 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી અને મોરબીમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.તો આ તરફ છોટાઉદેપુર, મહીસાગર, નર્મદા જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આજે રાજ્ય ભરમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

Download Our B K News Today App



Related News