રાજકોટના જામકંડોરણામાં પડ્યો ધોધમાર વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-30 15:34:51
  • Views : 79
  • Modified Date : 2023-06-30 15:34:51

 હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટના જામકંડોરણામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગત રાત્રે ભારે પવન અને વીજળીના ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં વરસાદી પાણી ભરાયા છે. ઘરમાં વરસાદી પાણી ઘુસી જતા ઘરવખરી પલળી છે. ધોરાજી નાકા પાસે આવેલા જલારામ મંદિર વિસ્તારમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા છે.તો બીજી તરફ જામનગરમાં પણ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જામી હતી. મોડી રાતથી સવારે છ વાગ્યા સુધીમાં ચાર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જામનગરમાં સવારના બે કલાકમાં જ સવા બે ઈંચ વરસાદ વરસ્યો છે.

Download Our B K News Today App



Related News