ગીર સોમનાથમાં Cyclone Biparjoyની અસરથી ધોધમાર વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-13 15:16:43
  • Views : 107
  • Modified Date : 2023-06-13 15:16:43

 ગીર સોમનાથમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. તોફાની પવનો સાથે મોડીરાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં વેરાવળમાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સ્થાનિકો નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.સૂત્રાપાડામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે તો તાલાળામાં 4 ઇંચ અને કોડીનાર, ઉનામાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ગીરગઢડામાં 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.

 

Download Our B K News Today App



Related News