ભારે પવન સાથે અ’વાદમાં વરસાદ, આગામી 4 દિવસ આ વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની આગાહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-30 16:36:34
  • Views : 540
  • Modified Date : 2019-09-30 16:36:34

રાજ્યમાં હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, કચ્છ ઉપર વેલ માર્ક લો પ્રેશર એરિયા બન્યું છે અને પૂર્વ ઉત્તર તરફ આગળ વધીને ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં ફેરવાશે. જેથી આ વરસાદી સિસ્ટમના કારણે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારી વરસાદ પડી શકે છે.આમ ગુજરાતમાં હજુ પણ વરસાદ બંધ થાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદે નવરાત્રિમાં પણ વિઘ્ન કરતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઘટી ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે.ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 136 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પાકને નુકશાન થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ટેન્શનમાં છે.

Download Our B K News Today App



Related News