પ્રેમમાં ભારે કરી : દોઢ વર્ષમાં પ્રેમિકાને પ્રેમીએ 18 લાખ ઉછીના આપ્યા નાણાં પાછા આપવાની ના પાડતાં 181ની મદદ લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-27 15:16:59
  • Views : 741
  • Modified Date : 2022-05-27 15:16:59


પ્રેમમાં ભારે કરી : દોઢ વર્ષમાં પ્રેમિકાને પ્રેમીએ 18 લાખ ઉછીના આપ્યા નાણાં પાછા આપવાની ના પાડતાં 181ની મદદ લીધી


 


અમદાવાદની યુવતીને બનાસકાંઠાના યુવકને ઉછીના રૂપિયા 18 લાખ આપવા ભારે પડ્યા હતા. મિત્રતાના સંબંધમાં આપેલાં નાણાં પરત માંગતા તેણે આપવાની ના પાડી હતી. આથી મુશ્કેલીમાં મૂકાયેલી યુવતીએ બનાસકાંઠા 181ની મદદ લીધી હતી. અમદાવાદની યુવતીને વડગામ પંથકમાં રહેતા અને અમદાવાદ નોકરી કરતાં એક યુવક સાથે દોઢ વર્ષ અગાઉ મિત્રતા થઈ હતી. જેમાં બંને વચ્ચે પ્રેમ થતાં નાણાકીય વ્યવહાર પણ થતો હતો.


આ અંગે બનાસકાંઠા 181 અભયમ ના કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું કે, આ યુવતીએ દોઢ વર્ષના સમયગાળામાં ટુકડે ટુકડે કરી 18 લાખ જેટલી રકમ તેના મિત્રને આપી હતી. જોકે આ રકમ પરત માંગતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને એ નાણાં આપવાની ના પાડી દીધી હતી. જેથી યુવતીએ બનાસકાંઠા 181 અભયમ ટીમની મદદ માંગી હતી. અમે મહિલા પોલીસની સાથે યુવકના ઘરે ગયા હતા. જ્યાં યુવકે એવું જણાવ્યું હતું કે, મને રૂપિયા 18 લાખ નહિ પણ ત્રણથી ચાર લાખ રૂપિયા આપ્યા છે. જે હું થોડા થોડા કરી પરત આપીશ. તેણે એવું પણ જણાવ્યું હતું કે યુવતીએ અન્ય લોકોને પણ પૈસા આપ્યા છે.


યુવતીએ પોતાના પગારમાંથી નાણાં આપ્યા હતા
અમદાવાદની યુવતી ખાનગી જોબ કરે છે જેના પગારમાંથી તેણે આ નાણાં આપ્યા હતા. બીજી તરફ યુવકના ઘરે જતા તેના માતા-પિતાએ એવું જણાવ્યું હતું કે, પોતાનો પુત્ર તેમના કહ્યામાં નથી આથી મિલકત માંથી તેને બેદખલ કરાયો છે. આ અંગે વર્તમાનપત્રોમાં પણ અગાઉ જાહેરાત આપેલી છે.


 


Download Our B K News Today App



Related News