ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ધોમધખતા તાપથી લોકો આકુળવ્યાકુળ બની ગયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 11:22:18
  • Views : 196
  • Modified Date : 2022-05-09 11:22:18


ધોમધખતા તાપથી હવે શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આંધ્રપ્રદેશ, ઓડિશા બાદ હવે પશ્ચિમ બંગાળમાં ગરમીના પ્રકોપને જોતા શાળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે તમામ સરકારી શાળાઓને ઉનાળુ વેકેશનની તૈયારી કરવાનો નિર્દેશ આપ્યો છે. ખાનગી શાળાઓ પણ સૂચન અપનાવી શકે છે. સૂચના મુજબ  શાળાઓ બંધ રહેશે.રાજ્યમાં વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આજે ​​ઉચ્ચ અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લીધો છે કે શાળાના બાળકોને ગરમીથી રાહત આપવા માટે ઉનાળુ વેકેશન અગાઉથી જાહેર કરવું જોઈએ. નિયમ સરકારી શાળાઓ માટે જારી કરવામાં આવ્યો છે, પરંતુ ખાનગી શાળાઓને પણ આવું કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.હવામાન વિભાગે આગામી દિવસોમાં બંગાળના ઘણા જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપી છે. મંગળવારે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર માપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, ચાલી રહેલી બોર્ડ પરીક્ષાઓ માટે પશ્ચિમ બંગાળ બોર્ડે તમામ શાળાઓને પીવાના પાણી, ORS અને તબીબી સુવિધાઓ માટે હંમેશા તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. સરકારના નિયમને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ યોગ્ય ગણી રહ્યા છે કારણકે હાલમાં ગુજરાતમાં સૌથી વધુ બાદ ડીસા શહેરમાં ગરમીનો તાપમાન રહે છે ડીસા શહેરમાં સરેરાશ ગરમી નુ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ હાલમાં જે પ્રમાણે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેને લઇ કોલેજ નો અભ્યાસક્રમ પણ ઓનલાઈન કરી દેવો જોઈએ. ગુજરાતમાં શાળાઓમાં તો હાલ વેકેશન હોવાના કારણે કોઈ પ્રશ્ન રહેતો નથી પરંતુ હાલમાં ગરમીનું પ્રમાણ વધતાં ગ્રામીણ વિસ્તાર થી આવતા કોલેજના વિદ્યાર્થીઓને તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

Download Our B K News Today App



Related News