ફાયર બ્રિગેડનુ દિલધડક રેસક્યૂ ઓપરેશન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-01 14:19:24
  • Views : 102
  • Modified Date : 2023-07-01 14:19:24

કચ્છના ગાંધીધામમાં વરસેલો અતિભારે વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે. ગાંધીધામના ગળપાદર નજીક 3 લોકો નદીના ધસમસતા પ્રવાહમાં એવા ફસાયા કે તેમનું બચવું મુશ્કેલ થઇ ગયુ હતુ. નદી તોફાને ચઢી હતી તે જ સમયે આ તમામ લોકો નદી તરફ જતા અટવાઇ ગયા હતા. જેના કારણે તેમનો જીવ જોખમમાં મુકાયો હતો.જો કે ફાયર બ્રિગેડના જવાનો તેમના માટે જાણે દેવદૂત બનીને આવ્યા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને ફાયર બ્રિગેડના જવાનો સુરક્ષાના સાધનો સાથે નદી પાસે પહોંચી ગયા હતા. ત્યારબાદ દોરડા અને ટ્યુબની મદદથી ત્રણેય લોકોને રેસ્કયૂ કરીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News