અહેમદાબાદ : જીવવાની આશા જ છોડી ચૂકેલી કોવિડ દર્દીને સિવિલના સુપ્રીન્ટેન્ડેન્ટે 6 દિ'માં સાજી કરી હસતા મુખે પરત મોકલી॰

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 15:25:10
  • Views : 279
  • Modified Date : 2021-05-06 15:25:10

     અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે 1200 બેડ હોસ્પિટલમાં એક હ્યદયસ્પર્શી કિસ્સો સર્જાયો હતો. ગત અઠવાડિયે ઓટો રિક્ષામાં બેસી સારવાર અર્થે આવેલા કોમલબેનને આજે સાજા થઇ ઓટો રિક્ષામાં જ પરિવાર સાથે પાછા ફર્યા છે. આ બંને ઘટના વચ્ચે ફરક એટલો જ રહ્યો કે ‘ હોસ્પિટલમાં આવ્યાં ત્યારે મરણ પથારીએ હોય તેવી ભીતી સાથે દાખલ થયા હતા. જ્યારે ડિસ્ચાર્જ થઇને ઘરે ગયા ત્યારે પરિવાર સાથે ચહેરા પર સ્મિત છલકાતુ હોય તેવી અનુભૂતિ સાથે "ચાલ જીવી લઈએ"નો દ્રઢ સંકલ્પ કરી સ્વગૃહે પરત ફર્યા’.

     સમ્રગ ઘટના એવી છેકે, 29મી એપ્રિલના રોજ કોમલબેનનું ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછુ થઇ જવાથી તેમનો પરિવાર ચિંતાતુર બન્યો. કોરોના સંક્રમિત કોમલબેનની શારિરીક સ્થિતિ વધુ કથડતી જોઇને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા.અહીં હોસ્પિટલ બહાર એમ્બુલન્સની લાઇનમાં પોતાની ખાનગી ઓટોરીક્ષામાં સારવાર અર્થે આવી પહોંચ્યા. તે દરમિયાન હોસ્પિટલની જુનિયર તબીબોની ટીમ દ્વારા “ટ્રીટમેન્ટ ઓન વ્હીલ”થી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી.

     અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ટ્રીટમેન્ટ ઓન વ્હીલ સેવા શરૂ કરવામાં આવી છે. તદ્ઉપરાંત તબીબી ટીમ દ્વારા સ્થળ પર જ દર્દીની શારિરીક સ્થિતિ તપાસતા તે ગંભીર જણાઇ આવે ત્યારે સધન સારવાર અર્થે વિના વિલંબે હોસ્પિટલમાં દાખલ કરવાને પ્રાધાન્ય આપીને ત્વરિત સારવાર શરૂ કરી દેવામાં આવે છે.


Download Our B K News Today App



Related News