સુરેન્દ્રનગર જિલ્લામાં હાર્ટ એટેકથી હાહાકાર, 24 કલાકમાં 5 લોકોના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-05 15:42:03
  • Views : 109
  • Modified Date : 2023-11-05 15:42:03

રાજ્યમાં યુવાઓમાં હાર્ટ એટેકના કારણે મોતના કેસમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકેના કારણે 5 લોકોનાં મોત થયા છે. સુરેન્દ્રનગરમાં 2, લખતરમાં 1, લીંબડીમાં 1 અને ધજાળામાં 1 વ્યક્તિનું મોત થયું છે. 24 કલાકમાં જ પાંચ વ્યક્તિના હાર્ટ એટેકથી મોત થતાં હાહાકાર મચ્યો છે. ધજાળા ગામે 40 વર્ષીય મહિલાનું મોત થયું છે, જ્યારે પાણસીણાં ગામે 33 વર્ષીય યુવકનો જીવ ગયો હતો.મહત્વનું છે કે રાજ્યમાં છેલ્લા અમુક મહિનાઓથી યુવાનો સહિત બાળકો અને વૃદ્ઘોમાં પણ હાર્ટ એટેકનું શંકટ વધી ગયું છે, થોડા સમય પહેલા 10 વર્ષના બાળકનું પણ હાર્ટ એટેકના કારણે મોત થઈ રહ્યા છે, થોડા સમય પહેલા નવરાત્રીમાં પણ લોકોને હાર્ટ એટેકના કેસ વધી ગયા છે.

Download Our B K News Today App



Related News