હાઈકોર્ટમાં સુઓમોટી રીટની સુનાવણી શરુ, એડવોકેટ જનરલે કહ્યુ આ વખતે કોરોનાની સુનામી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-15 12:43:45
  • Views : 376
  • Modified Date : 2021-04-15 12:43:45

    ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરી. ગત સોમવારે હાથ ધરાયેલ સુનાવણીમાં હાઈકોર્ટે, ગુજરાત સરકારને રેમડેસિવીર ઈન્જેકકશન, ઓક્સિજન, આરોગ્યલક્ષી સુવિધા RT-PCR ટેસ્ટ મુદ્દે અનેક વેધક સવાલો પુછ્યા હતા.ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યુ છે કે, આ વખતે કોરોનાની સુનામી છે. મોટા શહેરોમાં પુરતા પ્રમાણમાં કૌવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલ છે.

 

Download Our B K News Today App



Related News