પેરાસીટામોલની જેમ રેમડેસીવિર ઈન્જેકશન કેમ નથી મળતા, હોસ્પિટલો કેમ દર્દીના સગાને ઈન્જેકશન લેવા મોકલે છે: હાઈકોર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 13:23:09
  • Views : 267
  • Modified Date : 2021-04-12 13:23:09

    ગુજરાત હાઈકોર્ટે, રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ અંગે સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરીને, ગુજરાત સરકારને વેધક સવાલ કર્યો હતો કે, કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાનું કારણ શુ ? શા માટે હોસ્પિટલની બહાર 40 એમ્બ્યુલન્સની લાઈન લાગે છે ? પેરાસિટામોલની માફક રેમડેસિવીર ઈન્જેકશન કેમ મળતા નથી. હોસ્પિટલોમાં દાખલ કોરોનાના દર્દીઓના પરિવારજનોને શા માટે રેમડેસિવીર ઈન્જેકશન લેવા માટે હોસ્પિટલો મોકલે છે .  સામાન્ય નાગરીકોને કોરોના પરીક્ષણનો રીપોર્ટ મેળવવા માટે પાંચ દિવસ સુધી શા માટે રાહ જોવી પડે તેવા વેધક સવાલો ગુજરાત હાઈકોર્ટે કર્યા છે.

    ગુજરાત હાઈકોર્ટે વર્ક ફ્રોમ હોમ પધ્ધતિને પ્રોત્સાહન આપવા, વિવિધ સંસ્થાઓની મદદ લેવા, કરફ્યુનો કડક અમલ કરવા, કેન્દ્રની માર્ગદર્શિકાઓનો ચૂસ્તતાથી અમલ કરવા સહિતના મુદ્દે એડવોકેટ જનરલને જણાવ્યું હતું. આ સુઓ મોટો રીટની વધુ સુનાવણી આગામી ગુરુવારના રોજ નિર્ધારીત કરાઈ છે.

    ગુજરાત હાઈકોર્ટમાં ચીફ0 જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ ડી. કારિયાની ખંડપીઠે, કોરોનાની ગંભીર સ્થિતિ અંગેની સુઓમોટો રીટની સુનાવણી હાથ ધરી હતી.. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મૂકીમ, આરોગ્ય વિભાગના સચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શીવહરે ઓનલાઈન બેસીને સુઓમોટો રીટમાં ભાગ લીધો હતો. ગુજરાત હાઈકોર્ટે, કોરોનાના કપરા કાળમાં મિડીયાની ભૂમિકા વખાણી છે. તો સરકારને પણ કેટલાક મુદ્દે જરૂરી પગલા લઈને લોકોને કઈક થઈ રહ્યું છે, સરકાર કઈક કરી રહી છે તેવો વિ્શ્વાસ અપાવવા માટે આવશ્યક જરૂરી પગલા લેવા સુચવ્યુ છે.

    રાજ્યના એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રાજ્ય સરકાર વતી રેમડેસિવિર ઈન્જેકશન મુદ્દે રજૂઆત કરતા જણાવ્યુ કે, રેમડેસિવિર ઈન્જેકશન એ કોરોના માટેના નથી, 10 વર્ષ જૂની એન્ટી વાઇરલ Drug છે રેમડેસિવિર. આ ઇન્જેક્શન કિડની અને લીવરને નુકસાન કરે છે. બિનજરૂરી રીતે આ ઇન્જેક્શન આપવું જોઈએ નહી. 7 મેન્યુફેક્ચરર્સ છે જે રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે. 1 લાખ 75 હજાર ઇન્જેક્શન એક દિવસમાં બનાવી શકાય એમ છે. રેમડેસિવિર ઇન્જેક્શન અત્યંત જરૂરી સમયે જ આપવાનું હોય છે. બ્લેક માર્કેટિંગ પણ થઈ રહ્યું છે અને કેટલીક હોસ્પિટલોમાં એની કિંમત વધારીને દર્દીઓને આપવામા આવી રહયું છે.

 

 

Download Our B K News Today App



Related News