સેક્ટર ૩ બગીચામાં ગંદકીના ઢગલાં : સ્વચ્છતા અભિયાન ચાલતું હતું ત્યારે નેતાઓ ફોટો પડાવામાં મશગુલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 13:38:30
  • Views : 380
  • Modified Date : 2021-07-26 13:38:30

      ગાંધીનગરમાં ગંદકી  ઠેર ઠેર જાેવા મળી રહી છે. સેક્ટર ૩ ના બગીચામાં જ્યાં બાળકો રમતા હોય તેવી જગ્યાએ પણ ગંદકી અને કચરો જાેવા મળ્યો. સ્વચ્છતા અભિયાનની માત્ર વાતો કરવામાં આવે છે. પરંતુ સ્વચ્છતા ક્યાંય દેખાતી નથી.  દરેક સેક્ટરોમાં બગીચા વિકસાવવામાં આવ્યા છે. પરંતુ જ્યાં નાના બાળકો રમતા હોય, હીંચકા ખાતા હોય તેવી જગ્યાએ જ કચરાના ઢગલો જાેવા  મળ્યો. ત્યારે આ બાળકોને ગંદકીને લઈ મચ્છરના ઉપદ્રવ સાથે બીમારી થશે તો કોણ જવાબદાર ? કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા માટે કર્મચારીઓ રાખેલા છે પરંતુ તંત્ર કોઈ કામગીરી કરી નથી રહ્યું. વોટ લેવાના હોય ત્યારે મોટી મોટી વાતો કરતા નેતાઓ કોર્પોરેટરો કામગીરી કરવાની  આવે ત્યારે બહાના બાજી કરી છટકી જતા હોય છે, નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાવ્યું ત્યારે મોટા મોટા નેતાઓ અને કોર્પોરેટરથી માડી કાર્યકરો સ્વચ્છતા અભિયાનમાં જાેડાઈને ફોટો પડાવવામાં મશગુલ હતા. પરંતુ રાત ગઈ બાત ગઈ જેવી પાટનગર ગાંધીનગરમાં સ્થિતિ જાેવા મળી રહી છે. જ્યાં ઠેર ઠેર ગંદકી જાેવા મળી રહી છે ત્યારે તંત્ર સત્વરે જાગે અને મહાત્મા ગાંધીની વિચારધાર ને સાચા અર્થમાં ઉજાગર કરી સ્વચ્છતાનું ધ્યાન રાખે ત્યારે સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન સાર્થક ગણાશે.

Download Our B K News Today App



Related News