જુનાડીસા ગામે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આરોગ્ય કર્મચારીઓનું સન્માન કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 11:53:44
  • Views : 218
  • Modified Date : 2022-03-09 11:53:44



ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આરોગ્ય કર્મચારીઓનો સન્માન કરાયું હતું.

 

 

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં આજે વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બજાવનાર મહિલાઓનું વિવિધ પક્ષ અને સંસ્થાઓ દ્વારા સન્માન કરવામાં આવી રહ્યું છે.કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર મહિલાઓમાં જાગૃતિ આવી તેમજ મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધે એવા હેતુસર વિવિધ કાર્યક્રમો કરતી હોય છે ત્યારે ડીસા તાલુકાના જૂનાડીસા ગામે આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જુનાડીસા  આરોગ્ય કેન્દ્ર મા સર્વિસ કરતા .તેમજ એમની સાથે ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ સાથે આયા બહેનોનું સાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા માલધારી સેલના સહ સંયોજક જયેશભાઈ દેસાઈ, પિયુષભાઈ પુનડીયા, હસમુખભાઈ મોદી, ભુરાજી ઠાકોર ભાવિનભાઈ અનાવાડિયા ,મહેશ પ્રજાપતિ, રવિભાઈ દરબાર, સંજય મેવાડા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News