ડીસા તાલુકાના ભડથ ગામે પાંચ દિવસ માટે આરોગ્ય તાલીમ કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-18 12:47:59
  • Views : 233
  • Modified Date : 2021-12-18 12:47:59

ડીસા તાલુકાના ભડથ ગામે પાંચ દિવસ માટે આરોગ્ય તાલીમ કેમ્પ યોજાયો હતો. ડીસા તાલુકામાં ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આરોગ્યની વધુમાં વધુ સેવાઓ મળી રહે તે માટે સતત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કેમ્પ યોજી અને તેમને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરી વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલોમાં મોટા ખર્ચા ન કરવા પડે તેવા હેતુથી ડીસા તાલુકાના ગ્રામ્યવિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં વધુ સારવાર આપવામાં આવે છે ત્યારે આજે ડીસા તાલુકાના ભડથ ગામે ડીસા તાલુકા હેલ્થ અધિકારી ડો.જીગ્નેશ હરિયાણીના માર્ગદર્શન હેઠળ પાંચ દિવસ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આરોગ્ય કેમ્પમાં નાના બાળકોને તમામ પ્રકારની સારવાર કરવામાં આવી હતી આ કેમ્પમાં ડો.કૌશિકભાઈ પંચાલ,ડો.દલપત મકવાણા, મંજુલાબેન પટેલ સહિતના આરોગ્ય કર્મચારીઓએ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી તેમજ વધુને વધુ લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ મળી રહે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News