રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે દર વર્ષે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે પરંતુ પૂરતી સારવાર ન મળતા ગરીબ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 10:56:24
  • Views : 236
  • Modified Date : 2022-05-14 10:56:24

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે દર વર્ષે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે પરંતુ પૂરતી સારવાર ન મળતા ગરીબ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે

રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે દર વર્ષે આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે ખાસ કરીને નાના નાના વ્યક્તિને કોઈપણ પ્રકારની બીમારી ની સારવાર સમયસર મળી રહે તે માટે દરેક તાલુકાઓમાં મોટી સરકારી હોસ્પિટલો બનાવવામાં આવી છે જેના કારણે દર્દીઓને સારી સુવિધાઓ મળી રહે પરંતુ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના તાજેતરના સર્વે મુજબ દેશના લગભગ 50 ટકા પરિવારો સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સંભાળ ના ભાવને કારણે સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લેતા નથી. તે મુદ્દાને લઇ આજે ડીસામાં છેલ્લા ઘણા સમયથી સરકારી હોસ્પિટલ નો લાભ લઇ રહેલા દર્દીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા દરેક જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર નિશુલ્ક સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો બનાવવામાં આવ્યા છે ડીસા તાલુકામાં પણ બનાસકાંઠા જિલ્લાની બીજા નંબરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ આવેલી છે જ્યાં રોજના હજારથી પણ વધુ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે આજે પણ મોટાભાગના વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સરકારી હોસ્પિટલનો જ લાભ વિવિધ સારવાર લેતા હોય છે. પરંતુ આજે પણ એવા લોકો છે કે જેઓ સરકારી હોસ્પિટલ જવાને બદલે ખાનગી હોસ્પિટલ નો ઉપયોગ કરતા હોય છે મોટાભાગે મહિલાઓ ડીલેવરી સમય સરકારી હોસ્પિટલ ની જગ્યાએ ખાનગી હોસ્પિટલોમાં મોટા ખર્ચાઓ કરીને પણ જતા હોય છે આજે ખાનગી હોસ્પિટલમાં નજીવી બીમારીમાં પણ ડોક્ટરો મોટા પ્રમાણમાં ફી લેતા હોય છે પરંતુ સરકારી આજે પણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવતા ડીસા તાલુકામાં મોટા ભાગના લોકો સરકારી હોસ્પિટલ નો જ ઉપયોગ કરતા હોય છે

Download Our B K News Today App



Related News