ડીસાના સંતોષી માતાના મંદિર પાછળ આવેલ નંદઘર ખાતે આરોગ્ય સેવા કેમ્પ યોજાયો : વિનામૂલ્યે મહિલાઓનું આરોગ્ય ચેકઅપ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-24 11:37:29
  • Views : 223
  • Modified Date : 2021-11-24 11:37:29

 

આજરોજ ડીસાના સંતોષી માતાના મંદિર પાછળ આવેલ નંદ ઘર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણી સેવા કેમ્પ યોજાયો હતો સેવા કેમ્પ માં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓનું આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા મહિલાઓનું આરોગ્ય તપાસ કરવામાં આવ્યું હતું આજે મોટાભાગની બીમારીઓ માં ખાનગી હોસ્પિટલોમાં મોટા પૈસા ભરી લોકો દવાઓ કરાવતા હોય છે ખાસ કરીને સગર્ભા મહિલાઓને ડીલેવરી સમય મોટા પ્રમાણમાં ખર્ચાઓ થતા હોય છે ત્યારે તમામ ખર્ચાઓ માંથી ગરીબ પરીવારો ને રાહત મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ઠેરઠેર આરોગ્ય ચકાસણી કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે જેમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ત્યારે આજે યોજાયેલા આરોગ્ય ચકાસણી કેમ્પમાં સંતોષી માતાના મંદિર પાછળ આવેલા અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓએ આરોગ્યની તપાસણી કરાવી હતી.

Download Our B K News Today App



Related News