ગાંધીનગરમાં હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ગોંધી રખાયેલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-06 17:11:26
  • Views : 63
  • Modified Date : 2024-03-06 17:11:26

ગાંધીનગરમાં આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓને ગોંધી રાખવાનો મામલો સામે આવ્યો છે. ફી સહિતના મુદ્દે 4 કલાકથી વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યાનો આરોપ લાગ્યો છે. જે પછી 2 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હતી.ગાંધીનગરમાં હોમિયોપેથી મેડિકલ કોલેજમાં ગોંધી રખાયેલી વિદ્યાર્થિનીઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યુ છે. 2 વિદ્યાર્થિનીઓ બેભાન થતાં દોડધામ મચી ગઇ છે. કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પર વિદ્યાર્થિનીઓ બેભાન બનીને પટકાઇ હતી. ફી સહિતના મુદ્દે 4 કલાકથી વિદ્યાર્થીઓને ગોંધી રાખ્યાનો આરોપ છે. વધારાની 15 હજાર ફી મામલે વિદ્યાર્થીઓને હેરાનગતિનો આક્ષેપ છે.વિદ્યાર્થીઓની ફરિયાદ મળતાં ABVPના આગેવાનો કોલેજમાં હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ છેલ્લા 2 મહિનાથી આચાર્ય પણ કોલેજ ન આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે વધારાના ઉઘરવાયેલા 15000 પરત કરાશે. અન્ય ખર્ચના નામે ઉઘરાંવાયેલા તમામ પૈસા કોલેજ પરત કરશે.

Download Our B K News Today App



Related News