કાયમી કરવાની માંગ સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ભાજપ કાર્યાલયમાં ધામા નાખ્યા, હડતાળનો બીજો દિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 12:37:15
  • Views : 297
  • Modified Date : 2020-09-12 12:37:15

     કોરોનાના કહેર વચ્ચે કાયમી કરવાની માંગ સાથે આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતાર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ભાજપના કાર્યાલય ખાતે ધામા નાખી વિરોધ કર્યો છે અને હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારીઓની માંગ છે તેઓને ડ્યૂટી રોટેશનમાં, એક્સ્ટ્રા વેતન અને કાયમી કરવામાં આવે. કર્મચારીઓ હડતાળ પર ઉતરતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 150થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ રોટેશનમાં ડ્યૂટી આપવા, એક્સ્ટ્રા વેતન અને કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. એક તરફ શહેરમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અનેક સવાલો ઉભા થયા છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માંગ છે કે તેઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે. આ સાથે જ એક્સ્ટ્રા વેતન આપવામાં આવે અને તેઓને આપવામાં આવતી ડ્યૂટી રોટેશનમાં કરવામાં આવે. કર્મચારીઓ હડતાળ પર ઉતરતા આરોગ્ય વિભાગની કામગીરી ખોરવાઈ ગઈ છે. એક તરફ કોરોનાનો કહેર અને બીજી તરફ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.

Download Our B K News Today App



Related News