ડીસા તાલુકાના જેરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:19:03
  • Views : 205
  • Modified Date : 2022-03-15 12:19:03

ડીસા તાલુકાના જેરડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

 

હાલમાં ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર જીગ્નેશ હરીયાણી ની અધ્યક્ષતા માં ડીસા તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં લોકોને સમયસર તમામ બીમારીઓની સારવાર મળી રહે તે માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે આરોગ્ય ચકાસણી કાર્યક્રમ થકી ગ્રામ્ય વિસ્તારો માં મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ખાનગી હોસ્પિટલોમાં ખોટો ખર્ચ કરવો પડે તે હેતુથી આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં ડીસા તાલુકાના અનેક ગામોમાં આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજે ડીસા તાલુકાના ઝેરડા ખાતે આવેલ સબ સેન્ટર પમરુંમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝેરડાના મેડિકલ ઓફિસર ડોક્ટર કે.પી દેલવાડીયાની અધ્યક્ષતામાં આરોગ્ય ચકાસણી ટેસ્ટ યોજાયો હતો જેમાં ઝેરડા તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓને આરોગ્યની સુવિધાઓ પુરી પાડવામાં આવી હતી આજે યોજાયેલા કેમ્પમાં ડોક્ટર દલપત ભાઈ મકવાણા સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતી વૈશ્વિક કોરોના મહામારી અંતર્ગત 30 જેટલી સગર્ભા બહેનોને પણ વિનામૂલ્યે આરોગ્ય તપાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય ચકાસણી કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝેરડાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો. અને ગ્રામ્ય વિસ્તારના લોકો વધુમાં વધુ ખાનગી હોસ્પિટલોમાં જવાના બદલે સરકારી યોજનાનો લાભ લેવા તેવી અપીલ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News