ડીસાના શેલ્ટર હોમ ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું : વિવિધ રોગોની નિ:શુલ્ક તપાસ કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-26 11:14:03
  • Views : 218
  • Modified Date : 2021-11-26 11:14:03

કોરોના વાઇરસ બાદ ગુજરાતમાં આરોગ્યની સુવિધામાં ઘણો એવો સુધારો જોવા મળી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યને લઈ ગંભીરતા દર્શાવવામાં આવી રહી છે અને કોઈ પણ બીમારી સામે લડવા માટે લોકોમાં જાગૃતિ લાવવા ઉપરાંત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.. ત્યારે કોરોના સામેની લડાઈમાં લોકોને જાગૃત કરવા માટે આજે ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલા શેલ્ટર હોમ ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.. અને મોટી સંખ્યામાં લોકોએ પણ સારવાર કેમ્પનો લાભ લીધો હતો.. આરોગ્ય કેમ્પમાં લોકોને કોરોના વિરોધી રસી આપવા ઉપરાંત ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત આરોગ્ય કેમ્પનો લાભ લેવા આવનારા તમામ લાભાર્થીઓને કોરોના અંગે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઇન અંગે પણ સમજણ આપવામાં આવી હતી.. કેમ્પનું આયોજન ડીસાના અર્બન એક અને અર્બન બે દ્વારા કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીની બીજી લહેરે ભારતભરમાં આતંક મચાવ્યો હતો.. જેને પગલે આરોગ્ય વિભાગ અને સરકાર દ્વારા આરોગ્યની લઈ વિશેષ ગંભીરતા દર્શાવવામાં આવી રહી છે અને અઠવાડીયામાં એક દિવસ નિરામય ગુજરાત યોજના અંતર્ગત અર્બન હેલ્થ સેન્ટર ખાતે નિશુલ્ક આરોગ્ય ચકાસણી માટે વિશેષ કેમ્પ રાખવામા આવી રહ્યા છે અને કેમ્પનો લોકો વધુને વધુ લાભ લે જેથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરને અટકાવી શકાય.

Download Our B K News Today App



Related News