ડીસા તાલુકાના સાવીયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ચકાસણીનો કેમ્પ યોજાયો : 35 મહિલાઓનેનિશુલ્ક સારવાર અપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-09 11:26:40
  • Views : 154
  • Modified Date : 2022-03-09 11:26:40



ડીસા તાલુકાના સાવિયાણા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર તાલુકા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો હતો.

 

ડીસા તાલુકા આરોગ્ય અધિકારી ડો જે.એચ હરિયાળીના માર્ગદર્શન હેઠળ આજે ડીસા તાલુકાના સાવિયાણા ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો જેમાં સાવિયાણા તેમજ આજુબાજુના ગામમાં રહેતા મહિલાઓને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી ખાસ કરીને વેળાવાપુરા અને જોહરાપુરા ગામની 35 મહિલાઓને ડોક્ટરો દ્વારા તપાસ કરી કેમ્પનો લાભ આપવામાં આવ્યો હતો.સગર્ભા ની તપાસ માટે પુષ્પ હોસ્પિટલ, ડીસા ના ગાયનેકોલોજીસ્ટ ડો. ગણેશ સિંહલ હાજર રહેલ. સગર્ભાબેનો ની આરોગ્ય તપાસ, સંપુર્ણ લેબોરેટરી તપાસ અને RTPCR ટેસ્ટીંગ  અને સગર્ભા બેનો ને  કોરાના વેકશીનેશન  પણ આપવામાં આવેલ. તમામ સગર્ભાબેનો ને પોષણ માટે મગ નું વિતરણ કરવામાં આવેલ. તથા આર્યન ફોલિક એસિડ અને કેલ્શિયમ ની ગોળી ઉપરાંત આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવેલ અને નિશુલ્ક ટ્રાન્સપોર્ટ સુવિધા આપવામાં આવેલ.સાવિયાણા ના સબ સેન્ટર વેલાવાપુરા ખાતે માનનીય તાલુકા આરોગ્ય અધિકારી ડો. જે. એચ. હરિયાણી સાહેબ અને મેડિકલ ઓફિસર શ્રી ડો. કોશિક પંચાલ સાહેબ અને આયુશ મેડીકલ ઓફીસર ના સીધા માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતી વેશ્વિક કોરોના મહામારી અંતર્ગત સગર્ભા બેનો માટે વિના મુલ્યે આરોગ્ય તપાસ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ.

Download Our B K News Today App



Related News