સરકારના કુપોષણ અભિયાન યોજના અંતર્ગત ડીસા તાલુકાના જૂનાડીસા ગામે કુપોષિત બાળકોનો આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-30 10:58:09
  • Views : 247
  • Modified Date : 2022-06-30 10:58:09

સરકારના કુપોષણ અભિયાન યોજના અંતર્ગત ડીસા તાલુકાના જૂનાડીસા ગામે કુપોષિત બાળકોનો આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો

 

ડીસા તાલુકાના જુના ડીસા ગામે ડોક્ટર બિજલબેન કી દ્વારા રાજ્ય સરકારના કુપોષણ અભિયાન યોજના અંતર્ગત કુપોષિત બાળકો નું આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.

 

આંગણવાડીના કુપોષિત બાળકોને પ્રોટીન પાવડર વિતરણ સાથે તેડાગર બહેનો પણ સન્માનિત,રાજ્ય સરકારની કુપોષિત બાળકો  સુપોષિત બને અને બાળકોનો સશક્ત અને સર્વાંગી વિકાસ સાથે શ્રેષ્ઠ અને સશક્ત રાજ્ય અને રાષ્ટ્રનુ નિર્માણ થાય તેવા શ્રેષ્ઠ વિચારો સાથે સરકાર શ્રી ના સુપોષણ અભિયાન યોજના અંતર્ગત આજે ડીસા તાલુકા ના જુનાડીસા  ગામે કુપોષિત બાળકોનું ડો.બિજલબેન કીરી દ્વારા આરોગ્ય તપાસણી અને જરૂરી માર્ગદર્શન સાથે પ્રોટીન પાવડર, દૂધ, અને બિસ્કીટ નુ વિતરણ કરવામાં આવ્યું જેમાં  બનાસકાંઠા જિલ્લા માલધારી સેલ સહ સંયોજક અને બાળકોને દત્તક લેનારા જયેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી તેડાગર બહેનોને પણ પ્રોત્સાહન સ્વરૂપે  ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં ભાવિનભાઈ અનાવાડીયા, વશરામજી ઠાકોર, રવિભાઈ દરબાર, મહેશભાઈ પ્રજાપતિ, સહિત આંગણવાડી બહેનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News