આજે ડીસા તાલુકાના બલોધર ની ઉચ માધ્યમિક શાળામાં માય freedom ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્થ અવેરનેશ આપવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 12:46:07
  • Views : 279
  • Modified Date : 2021-10-06 12:46:07

આજે ડીસા તાલુકાના બલોધર ની ઉચ માધ્યમિક શાળામાં માય freedom ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હેલ્થ અવેરનેશ આપવામાં આવી હતી. જ્યાં શાળાની વિદ્યાર્થીનીઓને "માય ફ્રીડમ" ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાની ટીમ દ્વારા સ્ત્રીરોગ સમસ્યાઓ અને તેના ઉકેલો અંગે વિગતવાર, મહત્વની માહિતી દિનેશ પ્રજાપતિ અને પેડ બેંક પ્રમોટર  દિવ્યાબેન પટેલ તથા ફાલ્ગુનીબેન પ્રજાપતિ દ્વારા પ્રેક્ટીકલ  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું....વધુમાં  દિનેશ પ્રજાપતિ જણાવ્યું કે સમગ્ર વિશ્વ સ્તરે ગર્ભાશયના કેન્સરથી મૃત્ય થવાના કિસ્સામાં 27% મૃત્ત્યું સાથે ભારત મોખરે છે..અને વડોદરા સ્થિત ડૉ પ્રીતિ ગુપ્તા દ્વારા ભારતની સૌ પ્રથમ અનાયન પેડ બેંક બનાવવા આવી છે  પેડ બેંક દ્વારા  વર્ષ 2025 સુધીમાં આપણા દેશની જરૂરિયાત મંદ 11 કરોડ દીકરીઓને દતક લેવામાં નિમિત્ત બનીને તેઓને ગુણવતામાં સર્વશ્રેષ્ઠ કહી સકાય એવા અનેક હેલ્થ બેનિફિટ આપી શકતી અનાયન ચીપ ધરાવતા સેનેટરી પેડસ આખું વર્ષ વિના મૂલ્ય ઉપલબ્ધ કરાવીને એક સ્વચ્છ, સુરક્ષિત અને નિરોગી ભારતીય નારી સમાજનું નિર્માણ કરવાનું છેશાળાના આચાર્ય માય ફ્રીડમ ચેરિટેબલના સભ્યોનો આવા અદ્ભુત અને અદભૂત જાગૃત કાર્યક્રમનું આયોજન કરવા બદલ ખૂબ આભાર માન્યો હતો .

 

તો આવો સૌ સાથે મળીને એવા જાગૃત કાર્યક્રમ દ્વારા તંદુરસ્ત, સુખી અને સમૃદ્ધ મહિલા સમાજના નિર્માણ માટે સહભાગી બનીએ...

Download Our B K News Today App



Related News