સુરતમાં શ્વાનનો આતંક યથાવત, ભેસ્તાનમાં શ્વાન કરડતા 6 વર્ષના બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-23 10:24:01
  • Views : 184
  • Modified Date : 2023-03-23 10:24:01

સુરતમાં શ્વાનનો આતંક યથાવત રહ્યો છે . જેમાં આજે ભેસ્તાન વિસ્તારમાં શ્વાન કરડતા 6 વર્ષના બાળકનું મોત થયું છે. સાહિલ નામના બાળકનું મોત થયું છે. સુરતમાં શ્વાન કરડવા (Dog Bite)ના કિસ્સા વધી ગયા છે. તેમજ રોજના શ્વાન કરડવાના અનેક કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે. આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીકવાર બાઇકચાલક શિકાર થઈ જાય છે અને આવી રીતે રોડ અકસ્માતના પણ આઠ થી દસ કેસ સામે આવે છે. સુરત મહાનગરપાલિકા પણ આ બાબતે જાણે વધારે ગંભીર નથી દેખાતી. દિવસે દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. વર્ષ 2022ના છેલ્લા ચાર મહિનામાં જ 6239 કેસ શ્વાન કરડવાના નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે પણ સુરતમાં શ્વાને બાળકી પર હુમલો કર્યો હતો. જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જેમાં જોવા મળ્યુ હતુ કે, એક બાળકી રમતા-રમતા ઘરની બહાર નીકળી કે તરત જ શ્વાને તેના પર હુમલો કરીને નીચે પાડી દીધી. ત્યારબાદ 30 સેકન્ડથી વધુ તે બાળકી પર તૂટી પડ્યું. આ શ્વાને બાળકીના ગાલને ફાડી ખાધો. બાળકી બચવા માટે ચીસાચીસ કરતી હતી. પરંતુ તેની મદદ માટે કોઈ નહોતું આવ્યું. આખરે ઘરમાંથી એક મહિલા બહાર આવી અને શ્વાનને ભગાડ્યું. પણ ઘટના આટલેથી જ ન અટકી. રખડતા શ્વાને મહિલાને પણ બચકું ભરી લીધુ. ઘટનાને પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ તાત્કાલિક તંત્રની ટીમને બોલાવી અને રખતા શ્વાનને ઝડપી પાડ્યું હતુ.

વર્ષ 2020માં આવી ઘટનાને રોકવા સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી. ડોગ બર્થ કંટ્રોલ  કરવા માટે ઓક્ટોબર 2020માં ટેન્ડર કાઢવામાં આવ્યું હતું. પરંતુ બે વાર રિજેક્ટ કરવામાં આવ્યું હતું. ત્રીજી વખત હૈદરાબાદની કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તે આ ટેન્ડરની ભરનાર એકમાત્ર કંપની હતી. આ જ કંપનીએ અગાઉ પણ બે વર્ષનું ટેન્ડર ભર્યું હતું. વર્ષ 2021માં પણ એ જ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યુ હતુ. જો કે આગળ કોઇ કાર્યવાહી થઇ ન હતી.

Download Our B K News Today App



Related News