અકસ્માત પહેલા તથ્ય રાત્રે ક્યાં ક્યાં ગયો તેનો નથી આપી રહ્યો જવાબ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-22 15:24:19
  • Views : 98
  • Modified Date : 2023-07-22 15:24:19

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તેજ ગતિએ કાર હંકારી ટોળા પર ચઢાવી દેનાર તથ્ય પટેલનો  બ્લડ સેમ્પલ રિપોર્ટ  નેગેટિવ આવ્યો છે. આરોપી તથ્ય પટેલના રિપોર્ટમાં આલ્કોહોલનું પ્રમાણ નહિવત આવ્યું છે. જ્યારે કે તથ્યની સાથે કારમાં સવાર તેના પાંચ મિત્રના રિપોર્ટમાં પણ આલ્કોહોલનું નહીંવત પ્રમાણ જોવા મળ્યું છે. કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તથ્ય પટેલને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.કેસની તપાસ કરી રહેલા ટ્રાફિક ડીસીપી નીતા દેસાઇએ જણાવ્યું કે 11 જેટલા તપાસના મુદ્દાઓને લઇને તથ્યના 3 દિવસના રિમાન્ડ મળ્યા છે. અકસ્માત પહેલા તથ્ય રાત્રે ક્યાં ક્યાં ગયો હતો અને કેટલી સ્પીડમાં ગાડી ચલાવતો હતો તેનો તે યોગ્ય જવાબ આપતો નથી. અકસ્માત કરનાર જગુઆર ગાડીનો RTO બ્રેક ટેસ્ટ કરવામાં આવશે આ ઉપરાંત મેડિકલ ચેકઅપ સમયે તથ્યએ ખોટું બોલી સમય બગાડ્યો હોવાથી તેની યોગ્ય પૂછપરછ થઇ શકી નથી.

Download Our B K News Today App



Related News