ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-07-31 18:02:06
  • Views : 153
  • Modified Date : 2024-07-31 18:02:06

હવામાન વિભાગે વરસાદને લઈને ફરી એક વાર મોટી આગાાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ અતિભારે વરસાદ ખાબકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેવુ હવામાન વિભાગનું કહેવુ છે. 2 થી 4 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. 2 ઓગસ્ટે નવસારી, વલસાડ, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 3 અને 4 ઓગસ્ટે નર્મદા, ભરૂચ, સુરત સહિતના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે આગાહી આપી છે. જે મુજબ આગામી 4 દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શકયતા છે.

Download Our B K News Today App



Related News