ડીસાની કચ્છી કોલોની વિસ્તારમાં આધેડે કરી આત્મહત્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-04 12:38:37
  • Views : 438
  • Modified Date : 2021-07-04 12:38:37

     ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યા ના બનાવોમાં નોંધ પાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે બે દિવસ પહેલા ડીસા ના શ્રીનગર સોસાયટી માં પણ એક પરપ્રાંતિય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું ત્યારબાદ આજે ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ પ્રજાપતિ સમાજની વાડી ના સામે આવેલ શોપિંગમાં મનસુખલાલ  મોરૂમલ ઠકકર નામના 55 ઉંમરના  આધેડ એકલા ભાડાના મકાનમાં રહેતા હતા તેમજ શોપિંગ ની બાજુમાં આવેલ હનુમાન દાદા ના મંદિર પાસે શાકભાજીનો વેપાર કરી ગુજરાન ચલાવતા હતા તેમને આજરોજ સવારે તેમના ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતાં પરિવારજનોનો સંપર્ક કરી ડીસા દક્ષિણ પોલીસ ને જાણ કરી હતી બનાવના પગલે ડીસા દક્ષિણ પોલીસ નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૂળ અટક હસમુખલાલ ઠક્કરની લાશ ને બીજાની સિવિલ મા પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News