૧૦ - ૧૨ના તપાસવા આવનાર ૨૫ ટકા શિક્ષકોમાં કોરોનાના ભયથી હાયપર ટેન્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-17 11:35:58
  • Views : 578
  • Modified Date : 2020-04-17 11:35:58

ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાની ઉત્તરવાહી ચકાસવાની આજથી ફરી શરૂ કરાયેલી કામગીરીમાં શિક્ષકોને બીજાં જીલ્લામાં પ્રવેશ કરવામાં ભારે હાલાકી વેઠવી પડી હતી. તો કોરોના વાયરસના આક્રમણ સાથે લોક ડાઉન વચ્ચે પેપર
તપાસવાનું આવતાં લગભગ ૨૦ થી ૨૫ ટકા શિક્ષકોમાં હાયપર ટેન્શનનું પ્રમાણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ૫૦ વર્ષની ઉમર વટાવી ચૂકેલા ઘણાં શિક્ષકોમાં ડાયાબીટીસ પણ જણાયું હતું.
ગાંધીનગર જિલ્લામાં અગાઉ અધૂરી રહેલી કે બાકી રહેલી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનાં પેપર તપાસવાની કામગીરી આજથી ફરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર, રાધેજા, શેરથા, કલોલ, માણસા, ચરાડા, દહેગામ જેવાં સ્થળોએ શિક્ષકો મોટાભાગે પોતાના વાહનોમાં જ આવ્યાં હતા. જો કે, અમદાવાદ સહિત મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાંથી પણ આવેલા શિક્ષકોને લોક ડાઉનના કારણે
પાસ હોવાં છતાં પણ હાલાકી વેઠવી પડી હતી.
ગાંધીનગર જિલ્લામાં
પરીક્ષાના પેપરોનાં મૂલ્યાંકન સ્થળ મોટાભાગે શાળાઓમાં જ રાખવામાં આવેલાં છે. જ્યાં સવારે સ્થાનિક આરોગ્ય ટીમ દ્વારા આ શિક્ષકોનું ટેમ્પરેચર ગન સાથે સ્ક્રેનિંગ કરી આરોગયની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ક્યાંય કોરોના સંક્રમણનાં કેસ અથવા તે પ્રકારનાં લક્ષણો જણાયાં નહોતાં. પરંતુ ૨૦થી ૨૫ ટકા કરતાં વધારે શિક્ષકોમાં હાઈ બીપી સાથે ઉંમરલાયક
શિક્ષકોમાં ડાયાબીટીસ જણાયાં હતાં. જે કદાચ કોરોનાના ભય સાથે લોક ડાઉનમાં પેપર તપાસવા આવવાના કારણે હાઈપર ટેન્શનનું પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.

Download Our B K News Today App



Related News