૧૦૮ કુંડી શ્રી દસ મહાવિદ્યાનો હવન ૧૭ તારીખ સુધી યોજાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-07 11:59:25
  • Views : 458
  • Modified Date : 2019-11-07 11:59:25

ગુજરાત અને ભારત દેશનું મહાધામ અંબાજી દેશભર અને વિશ્વમાં પ્રસિદ્ધ છે ત્યારે આ ધામમાં હાલમાં વિશ્વ વિખ્યાત
પાયલટ બાબા અને તેમના વિદેશી ભક્તો અંબાજી ખાતે આવી પહોંચ્યા છે. અંબાજી
પોલીસ સ્ટેશન પાસે અંબાજી મંદિરની સંસ્કૃત પાઠશાળાના મેદાનમાં ૭ થી ૧૭ તારીખ સુધી  ૧૦૮ કુંડી શ્રી  દસ મહાવિદ્યાનો હવન યોજાવાનો છે. આ મહા હવનની તમામ તાડામાર તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે અને હાલ આખા અંબાજી નગરના બજારોમાં વિદેશના વિવિધ દેશોથી આવેલા
પાયલટ બાબાના ભક્તો જોવા મળી રહ્યા છે,
અંબાજીના ઇતિહાસમાં પ્રથમવાર શ્રી અંબાજી માતાની પ્રેરણાથી ભીડભંજન હનુમાન ધાર્મિક ટ્રસ્ટ, સુભાષ ચોક, મેમનગર, અમદાવાદના સંકલ્પથી તેમજ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી , દાંતા સ્ટેટના યુવરાજ રિદ્ધિરાજસિંહજી પરમાર, અંબાજી મંદિરના પુજારી  
કશ્યપભાઈ ઠાકર અને પાયલોટ બાબા સેવા  સમિતિના સહકારથી હિમાલયની સિદ્ધ
પરંપરાના વિશ્વ વિખ્યાત સંત, મહાયોગી, મહામંડલેશ્વર અને નાસિક પીઠના પીઠાધીશ્વર
પાયલોટ બાબાના સાનિધ્યમાં ૧૦૮ કુંડી શ્રી દસ મહાવિદ્યા મહાદેવી મહાયજ્ઞનું આયોજન અંબાજી ખાતે સૌ પ્રથમ વાર જુની  કોલેજ કમ્પાઉન્ડ, સંસ્કૃત પાઠશાળા ગ્રાઉન્ડ  અંબાજી ખાતે ૭/૧૧ થી ૧૭/૧૧ સુધી વિશ્વશાંતિ અભિયાન હેતું આયોજન કરવામાં આવેલ છે
આ દિવ્ય ધાર્મિક પ્રસંગમા સમગ્ર હિન્દુસ્તાનમાંથી સાધુ સંતો, મહામંડલેશ્વરો મહાત્માઓ વિદેશી મહેમાનો અને રાજકીય મહાનુભાવો
પધારવાના છે ઉપરોક્ત મહાયજ્ઞ ખુબજ વિશિષ્ટ મહાયજ્ઞ હોઈ મહા શક્તિના આશીર્વાદ લેવા ધર્મપ્રેમી જનતાને હાર્દિક આમંત્રણ છે આ હવન અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વાર યોજાયો છે.
જેમા  પ્રથમ વાર વિદેશી ભક્તો વિવિધ દેશોથી અંબાજી ખાતે આવી ગયા છે. આ ૧૦૮ કુંડી હવનમાં સવારે હવન થશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

Download Our B K News Today App



Related News