ખેટવાના પંચ મુખી શિવ ભોલેનાથના મદિરે હવન યજ્ઞ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-07 11:50:08
  • Views : 241
  • Modified Date : 2021-09-07 11:50:08

     હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે યોગાનું યોગ વર્ષે શ્રાવણ માસની શરૂઆત પણ સોમવારથી થઈ હતી અને શ્રાવણ માસની પૂર્ણાહૂતિ પણ સોમવારના રોજ થઈ રહી છે ત્યારે શિવ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળશે,પવિત્ર શ્રાવણ માસના સંગ એક માસ સુધી શિવ મંદિરોમાં શિવ ભકતોએ શિવજીનું પૂજન અર્ચન મંત્ર જાપ ઉપવાસ-એકટાણા સાથે શિવજીની આરાધના જોવા મળી રહ્યા હતા ત્યારે જિલ્લાભરના વિવિધ શિવ મંદિરોમાં યજ્ઞની સાથે પવિત્ર શ્રાવણ માસનુ સમાપન થનાર છે જેને લઇ વહેલી સવારથી નાના-મોટા શિવ મંદિરોમાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડયા હતા અને સોમવતી અમાસ ને લઇ શિવ મંદિરોમાં પણ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠયા હતા પવિત્ર શ્રાવણ માસ પણ સોમવતી અમાસના રોજ સમાપન થતી હોવાથી અને અંતિમ દિવસે સોમવતી અમાસ હોવાથી દિવસનું મહત્વ પણ ખૂબ વધી ગયુ છે અનેક મંદિરોમાં આજના દિવસે વિશેષ પૂજન અર્ચન સાથે યજ્ઞ અને બ્રહ્મભોજન નું પણ આયોજન થયેલ છે ત્યારે શ્રાવણ માસના અંતિમ દિવસ અને સોમવતી અમાસ ની સાથે આસ્થા અને ભક્તિભાવે શ્રાવણ માસ નું સમાપન થયું હતુત્યારે ખેટવા ગામમાં આજે પંચ મુખી શિવ મંદિર ખાતે હવન યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યજમાનો દ્વારા આહુતિ આપી હવન કરવામાં આવ્યું હતું તેમજ ગામ લોકોએ ભોજન પરસાદ નો લાભ લીધો હતો

Download Our B K News Today App



Related News