ડેડોલ ધામ ખાતે બિરાજમાન કકુબાઈનો હવન યજ્ઞ યોજાયો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 14:30:14
  • Views : 257
  • Modified Date : 2022-10-12 14:30:14

    ડીસા તાલુકાના ડેડોલ ગામ ખાતે વર્ષોથી બિરાજમાન કકુમા મદિરે આસ્થા અને શ્રદ્ધાના લીધે બહોળી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે ત્યારે મલાબા રાયમલની કકુમાના ભુવાજી પ્રકાશભાઈ દ્વારા હવન યજ્ઞનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષ કકુમાં પરિવાર દ્વારા કકુ માતાજીના હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બિરાજમાન કકુમાના હવન યજ્ઞમાં પરિવાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી અને ભોજન પ્રસાદનો લાભ ભક્તોએ લીધો હતો. ત્યારબાદ રાત્રિના સમયે માતાજીના રમેલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોએ માતાજીના દર્શનનો પણ લાભ લીધો.

 

Download Our B K News Today App



Related News