ત્રિશુલીયા ઘાટ પર અકસ્માતો ન સર્જાય તે માટે હવનનું આયોજન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-13 16:54:27
  • Views : 447
  • Modified Date : 2019-11-13 16:54:27

દાંતાથી અંબાજી તરફ જતા માર્ગ પર પહાડોની વચ્ચે આવેલ ત્રિશુલીયા ઘાટ પર છેલ્લા ઘણા સમયથી નાના મોટા અકસ્માતો સર્જાયા છે. ત્યારે આવા અકસ્માતોમાં અત્યાર સુધી અનેક જિંદગીઓ હોમાઇ છે ત્યારે છેલ્લા બે મહિનામાં બે મોટા અકસ્માતો સર્જાયા હતા. જેમાં ૪૦ થી પણ વધુ યાત્રિકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે ફરી આવા અકસ્માતો ન સર્જાય તે માટે ગાયત્રી પરિવાર દ્વારા દાંતા પાસે આવેલ ત્રિશૂળીયા ઘાટ પર હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે હવનમાં ગાયત્રી પરિવારના 100 થી પણ વધુ લોકો જોડાયા હતા.

Download Our B K News Today App



Related News