એશિયાની સૌથી મોટી બનાસડેરી દ્વારા સોલારની મદદથી હવામાંથી પાણી બનાવવાનું સંશોધન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 11:21:42
  • Views : 493
  • Modified Date : 2020-10-27 11:21:42

દર વર્ષે બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઈગામ, ભાભર અને થરાદ જેવા સરહદી તાલુકાઓમાં લોકોને પીવાના
પાણી માટે દૂર દૂર સુધી જવું
પડતું હોય છે. ક્યાંક તો પાણી ન મળવાના કારણે લોકોએ વરસાદી પાણી આધારિત
પાણીથી ગુજરાન ચલાવવું પડે છે. આમ સરહદી વિસ્તારના લોકો છેલ્લા ઘણા વર્ષોથી પાણી વગર હેરાન પરેશાન થઇ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ સરહદી વિસ્તારમાં ચારેબાજુ
પાણી માટે લોકો ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. આગામી સમયમાં પાણીની તંગી ન સર્જાય તે માટે બનાસ ડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.
એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા હવે હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. તેમજ આવનારા સમયમાં આ
પદ્ધતિ દ્વારા સરહદી વિસ્તારમાં લોકોને પાણીની સમસ્યાથી છુટકારો મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરાયો છે. શું તમે કોઇએ સાંભળ્યું છે કે હવે હવામાંથી પણ પાણી બનશે,  કદાચ અત્યાર સુધી નહીં સાંભળ્યું હોય પરંતુ આવનાર સમયમાં જે રીતે હવામાંથી વીજળી ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે કદાચ લોકો હવામાંથી બનાવેલું પાણી પીતા હોય તો નવાઈ નહીં લગાડતા. જી હા એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા હવામાંથી પાણી બનાવવાની પદ્ધતિ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક અંશે સફળતા પણ મળી છે. આ અંગે બનાસ ડેરી દ્ધારા એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેનાથી હવે રણ વિસ્તારમા પણ લોકોને સહેલાઈથી પાણી મળી રહેશે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ  જણાવ્યું હતું કે રણ વિસ્તારમા સોલાર પ્લેટના ઉપયોગથી એક પદ્ધતિ વિકસાવી જેના દ્વારા હવાની વરાળમાંથી ટેકનોલોજીની મદદથી દિવસનું ૧૨૦ લીટર જેટલું પીવાનું શુધ્ધ પાણી બનાવવામાં આવી રહ્યું છે. જે રણ વિસ્તારમા વસતા લોકો અને જવાનો માટે ખુબજ
ઉપયોગી બની રહેશે. ત્યારે જો આ પ્રયોગ સફળ રહેશે તો આવનાર સમયમા પાણીની સમસ્યામાંથી છુટકારો મળી શકશે.

Download Our B K News Today App



Related News