બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં પલટો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 05:25:05
  • Views : 1551
  • Modified Date : 2019-04-16 05:25:05



ડીસા
બનાસકાંઠા જિલ્લામાં હવામાનમાં અચાનક આવેલો
પલટો અને  સમગ્ર પંથકમાં ધુંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં હવામાનમાં પલટો આવેલો જોવા મળી રહ્યો છે જેને લઈ બનાસકાંઠા જિલ્લામાં પણ સોમવારની વહેલી સવારથી જ આકાશમાં વાદળો આવતા અને ત્યારબાદ જોરદાર પવન ફૂંકાતા ધૂળિયું વાતાવરણ સર્જાયું હતુ જેને લઇ સમગ્ર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.
ડીસા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી આગ ઓકતી ગરમી પડી રહી હતી ત્યારે સોમવારના સવારેથી જ હવામાન પલટો જોવા મળતા ગરમીથી રાહત મળી હતી.
તાપમાનનો પારો ૪ ડિગ્રી ઘટી જતા પ્રજાજનોને ગરમી માંથી મોટી રાહત મળી હતી પણ સમગ્ર દિવસ દરમિયાન  આવા વાતાવરણને લઇ પ્રજાજનની મુશ્કેલીમાં વધારો થયો હતો. હવામાન વિભાગ દ્વારા પણ આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવી છે જેને લઇ ખેડૂત વર્ગ ચિંતામાં જોવા મળી રહી છે. સરહદી જિલ્લામાં આવેલા હવામાન મો આવેલા પલટાને લઈ આંધી ભર્યું વાતાવરણ સર્જાતા બનાસકાંઠા જિલ્લામાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો. એક બાજુ લગ્નની પુર બહાર સિઝન ચાલતી હોવાથી ઠેરઠેર લગ્નમંડપ બંધાયા હતા તેવા સમયે ભારે પવનના પગલે લગ્નમંડપ પણ ઉડવાના બનાવો બનવા પામ્યા હતા. સાંજના સુમારે ફૂંકાઈ રહેલા તેજ પવન ની સાથે ક્યાંક વરસાદી છાંટા પડયાના અહેવાલો મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા  અચાનક પલટાને લઇ સમગ્ર પંથકમાં વાતાવરણ બદલાયું છે

Download Our B K News Today App



Related News