મીઠી પાલડીના ખાલીખમ હવાડાઓ પાણીથી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 12:07:15
  • Views : 574
  • Modified Date : 2019-05-10 12:07:15

દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામે “મીઠી પાલડીમાં હવાડા ખાલીખમ” ના અહેવાલો બી.કે.ન્યૂઝ દૈનિકમાં પ્રસિદ્ધ થતાં તંત્ર જાગ્યું હતું અને આ હવાડાઓ પાણીથી ભરાઈ ગયા હતા.
મીઠી પાલડી ગામે  પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી અને પશુઓ માટે લાખોના ખર્ચે બનાવેલ  હવાડા પણ ખાલીખમ જણાઈ રહ્યા હતા.
પંથકમાં પાણી માટે પશુઓ રઝળપાટ કરી રહ્યા છે. તેમજ
 પીવાના પાણી માટે સંઘર્ષ કરવો પડી રહ્યો હતા અને પાણી માટે વલખાં મારવા પડયા હતા. ત્યારે ગુરૂવારના રોજ બી.કે.ન્યૂઝમાં આ અહેવાલો છપાતાં તંત્ર દ્વારા આ હવાડાઓ પાણીથી ભરવામાં આવ્યા હતા. 

Download Our B K News Today App



Related News