એક વર્ષ પહેલા થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:18:27
  • Views : 471
  • Modified Date : 2021-01-03 12:18:27

થરાદ મુખ્ય કેનાલમાંથી એક વર્ષ પહેલાં અજાણ્યા  ૬૦ વર્ષના પુરૂષની લાશ મળી હતી.  આ આધેડને પ્રથમ ગળે ટૂંપો આપવાનો પ્રયત્ન કરી ત્યારબાદ પત્થર સાથે કેનાલમાં નાંખી ડુબાડી મારી નાંખેલ અને તેની ઓળખ ન થાય તેવા પ્રયત્નો કરી પુરાવાનો નાશ કરેલ હતો.  શ્રી સરકાર તરફ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
આ ઘટનાની તપાસ થરાદ એ.એસ.પી. પૂજા યાદવ અને પી.આઈ. જે.બી. ચૌધરીને સોંપેલ હોઇ જે ગુન્હાના કામે મરણ જનારની હજુ સુધી ઓળખ થયેલ ન હોઇ જેથી રાજસ્થાનના બોર્ડર જિલ્લાઓના તમામ પોલીસ સ્ટેશનોમાં તેમજ એસ.ડી.
પી.ઓ.ને મરણ જનારના ફોટા મોકલી હકીકતથી વાકેફ કરતાં મરણ જનાર આહોર પોલીસ સ્ટેશન (રાજ.) ના કામ્બા ગામનો ભુદારામ પિતારામ દેવાસી ઉ.વ.૬૮ નો હોવાનંુ ખુલ્યું હતું. આ બાબતે હ્યુમન ઇન્ટેલીજન્ટસની મદદથી મરણ જનાર ભુદારામની પત્નિ લક્ષ્મી ભુદારામ દેવાસી તથા તેનો પ્રેમી નરસારામ ભગારામ મેધવાળ રહે.કામ્બા તા.આહોર (રાજ.) બંને જણા શંકાસ્પદ જણાતા હોઇ મરણ જનારની પત્નિ લક્ષ્મીની પુછપરછ કરતાં તેણીએ આ મર્ડરની કબુલાત કરેલ. જેમાં મરણ જનારની પત્નિ લક્ષ્મી તથા તેનો પ્રેમી નરસારામ દાંતીવાડા ખાતે રહેતા હોઇ  બંનેના પ્રેમસંબધમાં લક્ષ્મીનો પતિ ભુદારામ નડતરરૂપ થતો હોઇ જેથી તેનું કાસળ કાઢવા આ બંને જણાએ પ્રવીણભાઇ જેઠાભાઇ
પટેલ રહે.રાણોલ તા.દાંતીવાડા તથા જીતેન્દ્રભાઇ લગધીરભાઇ રબારી રહે.મોટી ભટામલ
તા.પાલનપુરવાળા સાથે મળી ભુદારામને બોલાવી મારી નાંખવાનો પ્લાન મર્ડરના દસ દિવસ પહેલાં બનાવેલ. આ પ્લાન મુજબ લક્ષ્મીએ પોતાના
પતિ ભુદારામને ફોન કરી રાજસ્થાનથી દાંતીવાડા ખાતે બોલાવતાં આ ચારેય જણા તેમજ તે વખતે જીતેન્દ્ર રબારીના સાળા હિતેશભાઇ કરસનભાઇ દેસાઇ રહે.ચિત્રાસણી તા.પાલનપુર વાળાને પ્લાનમાં સામેલ કરી ભુદારામ પાલનપુર આવતાં જીતેન્દ્રભાઇ રબારીની ઇકો ગાડીમાં બેસાડી જેગોલ
દાંતીવાડા રોડ ઉપર લઇ જઇ રસ્તામાં તમામ લોકોએ પ્લાન મુજબ ભુદારામને તેની પાધડીથી ગળાના ભાગે ટૂંપો આપી મારી નાંખેલ. ત્યાર બાદ ભુદારામની લાશને આ તમામ લોકોએ  નર્મદા મુખ્ય કેનાલમાં ફેકી દઇ પુરાવાનો નાશ કરી પોત
પોતાની રીતે છુટા પડી ગયેલ.  મર્ડર કરવામાં સામેલ અન્ય આરોપીઓને પકડી પાડવા સારૂ અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં ચાર આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે હત્યાનો મુખ્ય આરોપી નરસારામ હજુ પણ ફરાર છે. જેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Download Our B K News Today App



Related News