કુડાસણ મર્ડરના કેસમાં એક આરોપી હજુ ફરાર રાંદેસણ યુવકની હત્યાના કેસમાં ૬ આરોપી ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-29 11:58:56
  • Views : 345
  • Modified Date : 2020-11-29 11:58:56

ન્યુ ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં આવેલા અપના અડ્ડા પાસે રાંદેસણ યુવકની હત્યાના કેસમાં છ જેટલા આરોપીઓની એલ.સી.
બી.-૨, એસ.ઓ.જી તથા ઇન્ફોસિટીની સંયુક્ત તપાસમાં ઝડપાઈ ગયા છે.  પ્રાપ્ત માહિતી અનુસાર આ કેસમાં રેન્જ આઇ.જી અને જીલ્લા પોલીસ વડાએ અલગ-અલગ ઉપરોક્ત ટીમોને તપાસના કામે લગાડી હતી. તે સમયે એલ.સી.બીની ટીમને ઉપરોક્ત હત્યાકેસના આરોપીઓ મુંબઈ તરફ ભાગી જવાના હોવાની બાતમી મળતા જેના આધારે પોલીસે શુક્રવારે વૈષ્ણોદેવી સર્કલથી એપોલો સર્કલ વચ્ચેથી પાંચ
આરોપીઓને ઝડપી લીધા હતા. આરોપીઓ એક સ્થળે ભેગા થઈને મુંબઈ ભાગી જવાની ફિરાકમાં હતા. ત્યારે પોલીસે ઝડપી લીધા હતા. ત્યારબાદ અન્ય એક આરોપી બાદમાં આ સ્થળે આવતા તેને પણ ઝડપી લેવાયો હતો. પોલીસે પાંચેય આરોપીઓની કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. તેમના રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરાઇ હતી. જ્યારે બાદમાં પકડાયેલા આરોપીના ટેસ્ટ માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ
હત્યાકાંડના સામેલ અન્ય એક આરોપી હજુ પોલીસની પકડમાં આવેલ નથી. જેનું નામ જયરાજસિંહ સોલંકી છે. તે હજુ ફરાર છે.
સમગ્ર મુદ્દે હવે
પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જે બાદ તેઓ હત્યાબાદ ક્યાં ભાગ્યા અને કોની મદદ લીધી હતી. તેમજ મુંબઇ તેઓ કોની મદદથી ભાગવાના હતા. તે દિશામાંની તપાસ કરવામાં આવશે. તેમજ હત્યા પૂર્વેજ આયોજીત કાવતરાથી હત્યા કરવામાં આવે છે. કે કેમ તે દિશાનાં વધુ પૂછપરછ કરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછમાં એવું ઉજાગર થયું છે કે, ટાર્ગેટ અભિમન્યુએ ઉર્ફે રીસી હતો.
પણ તેને બચાવવા આવતાં રાંદેસણનો કેતનસિંહ હુમલાને ભોગ બન્યો હતો. અને શક્તિ દોડીયા નામના શખ્શે છરા વળે હુમલો કરતાં છરાના ઉપરા
ઉપરી ઘા મારવાથી કેતનસિંહે જીવગુમાવ્યો હતો. છરાનો ઘા મારનાર સાણંદ વિસ્તારનો હોવાનું ખુલ્યું હતું. ઝડપાયેલ આરોપીઓમાં (૧) શક્તિસિંહ ઘનશ્યામસિંહ ડોડીયા, (રહે. મકાનનં. ૧૫ શરણમ વિલા બંગ્લોઝ સાણંદ), (૨) શક્તિસિંહ શૈલેન્દ્રસિંહ ચૌહાણ (રહે. મકાન નં.૫૬ આલોક બંગ્લોઝ સાણંદ) (૩) ચેતનસિંહ હિંમતસિંહ વાઘેલા, વાઘેલા ફળિયુ, રજોડાગામ બાવળા) (૪) હાર્દિક બીજલભાઈ પરમાર (રહે. મકાન નં. એફ.૩૦૩, શ્રીનંદનગર વિભાગ-૪
વેજલપુર) (૫) પ્રણવ
ભુપેન્દ્રભાઈગીલકર, મકાન નં.૮ શ્રીનંદનગર વી-૨
વેજલપુર) (૬) યશપાલસિંહ કિરીટસિંહવાળા (રહે. જી.૨૪ પાર્વતીકુંજનવા વેજલપુર) નાઓ સિવાય જયરાજસિંહ સોલંકી હજી ફરાર છે.

Download Our B K News Today App



Related News