વડગામમાં પÂત્નએ પ્રેમી પાસે કરાવી પતિની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 10:46:37
  • Views : 516
  • Modified Date : 2019-05-14 10:46:37

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે રહેતી એક મહિલાએ પોતાના પતિની પ્રેમી પાસે હત્યા કરાવી દેતાં વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ તહોમતદારને ઝડપી લઇને કડક હાથે તપાસ કરતાં તહોમતદારને ગુનો કબુલી પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરાઇ હોવાનું બહાર આવવા પામ્યું હોવાનું
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે.
વડગામના આંબેડકરનગર પરા  વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પાનાભાઇ પરમાર  (ઉ.વર્ષ.આશરે ૩૮) ના લગ્ન વડગામ તાલુકાના પિરોજપુરા (છાપી) ખાતે  જશોદાબેન  સાથે રીતરીવાજ મુજબ કરાયા હતા. આ બંન્નેના ઘર સંસાર દરમ્યાન ચાર સંતાન થયાં હતાં. બે વર્ષ પહેલાં જ જશોદાબેનને વડગામ તાલુકાના કોટડી ગામના નરેશભાઈ કાન્તીભાઈ પરમાર સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો હતો. રવિવારના  સાંજના સમયે સુરેશભાઈ અને તેમની પÂત્ન જશોદાબેન વચ્ચે કોઈ કારણસર ઝઘડો થતાં જશોદાએ પોતાના પ્રેમી નરેશભાઈ કાન્તીભાઈ
પરમારને ફોન કરીને પોતાના
પતિ તેને હેરાન કરતો હોય એમ જણાવીને તેને મારી નાંખવા જણાવ્યું હતું. અને જો તું તેને ન મારે તો હું જાતે મરી જઇશ તેવું જણાવ્યું હતું. બાદમાં આ મહિલાના પ્રેમીએ પ્રેમિકાના
પતિને મારવા માટેનો પ્લાન બનાવીને તેને સાડા આઠ વાગ્યાની આસપાસ સુરેશભાઇના મોબાઈલ ઉપર ફોન કરીને હું મેમદપુર ગામમાંથી બોલું અને કહ્યું કે એક વર્ધીર્ છે. એક કાકાને વડગામ દવાખાને લઇ જવાના છે તો આવો છો. તેમ કહેતાં  બાદમાં આ યુવકે કઇ જગ્યાએ આવવાનું કહેતાં તમે મેમદપુર જવાના રસ્તા પર આવો હું રસ્તામાં જ બાઇક લઇને ઊભો છું. તેમ જણાવતાં આ યુવક રિક્ષા લઇને મેમદપુર વર્ધીમાં જવાનું કહીને નિકળ્યો હતો. વડગામ મેમદપુર વચ્ચે આવેલ લક્ષ્મણ ટેકરી નજીક આવેલ એક ખેતર જવાના રસ્તા પાસે બાઇક ઉભું રાખીને રિક્ષા સાથે યુવકને લઈ જઈને ખેતરમાંથી કાકાને લાવે છે તેમ કહીને ઉભા રહેતા આ રિક્ષા ચાલક  રિક્ષામાંથી નીચે ઉતરીને રાહ જોતા ઉભો રહ્યો હતો.
પાછળથી નરેશભાઈ પરમાર દ્વારા શર્ટના પાછળના ભાગે સંતાડેલ ધોકો માથાના ભાગે મારતાં સુરેશ બેભાન થઈને નીચે પટકાતાં આ જશોદાબેનનો પ્રેમી નરેશ
પરમાર તેની છાતી ઉપર બેસી જઇને છાતી તેમજ માથા ભાગે બોથડ વસ્તુ મારી ગળુ દબાવી દઈને આ યુવકની હત્યા કરી હતી અને રાતના
પોતે ત્યાંથી નાસી ગયો હતો. મોડે સુધી વર્ધીમાં ગયેલ સુરેશભાઈ ઘરે ન આવતાં તેમના  પરિવારજનોએ શોધખોળ કરી હતી. પણ ન મળતાં હારી થાકીને રાત વિતાવી હતી. સવારમાં  મેમદપુરની સીમમાં કોઇ લાશ પડી હોવાનું તેના કુટુંબીજનોને થતાં તેનો ભાઇ દોડી જઇને તપાસ કરતાં તેના ભાઈની લાશ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને વડગામ સી.એચ.સી.માં પી.એમ. માટે લઈ જવામાં આવી હતી. બાદમાં તપાસ કરતાં શંકાસ્પદ યુવકને ગણતરીના સમયમાં જ ઝડપી લઇને કડક પુછપરછ હાથ ધરતાં આ યુવક પડી ભાગ્યો હતો અને પોતે હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પોલીસ દ્વારા નરેશભાઈ કાન્તીભાઈ
પરમાર અને મરણ જનાર યુવક સુરેશની પÂત્ન જશોદાને ઝડપી હત્યા અંગેનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News