રાધનપુરના સીનાડ અને વાવના જમડાના ગૂમ થયેલા બે ભાઈઓની ડીસામાં કુવામાંથી લાશ મળી ઃહત્યાની આશંકા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 11:07:31
  • Views : 778
  • Modified Date : 2020-06-27 11:07:31

ડીસા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા એક અવાવરૂ કુવામાંથી બે યુવકોની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે લાશોને કુવામાંથી બહાર નીકાળી
પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બન્ને પિતરાઈ ભાઈઓ હોવાનું બહાર આવ્યું છે. જોકે સત્યાવીસ દિવસે બન્નેની લાશ મળી આવતા હત્યાની આશંકા સેવાઇ રહી છે.
ડીસા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાવરૂ કુવામાંથી બે લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. કુવામાંથી જે બે યુવકોની લાશો મળી આવી છે તે યુવકોમાં એક યુવક રાધનપુર તાલુકા સીનાડ ગામનો રણજિત ઠાકોર અને બીજો યુવક વાવ તાલુકાના જમડા ગામનો રણછોડ ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. આ બંને યુવકો પિતરાઈ ભાઈ છે અને ગત ૩૧ મેના રોજ ભાભર કપડાં ખરીદવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. જે પરત ના આવતા તેમના
પરિવારજનોએ બંને યુવકના ગમ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે
પોલીસ તપાસ ચલાવી રહી હતી. ત્યાંજ સત્તાવીસ દિવસ બાદ આ યુવકમાંથી કોઈ એક યુવકનો અચાનક ફોન ચાલુ થતા મોબાઈલ લોકેશનના આધારે આ બંને યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. આ યુવકના પરિવારજનોને પોલીસે જણાવ્યું હતું કે ગુમ થયેલા બંને યુવકોના છેલ્લું લોકેશન ડીસાના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા અવાવરૂ કુવા નજીક આવતા હોવાનું જણાવતા આ યુવકોના પરિવારજનોએ અવાવરૂ કુવાની આસપાસ શોધખોળ હાથ ધરી હતી. તે દરમ્યાન આ અવાવરૂ કુવામાંથી બંને યુવકોની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બન્ને યુવકોની લાશ મળી આવતા પરિવાર પર જાણે આફતનો પહાડ તૂટી પડ્‌યો હોય તેવું જોવા મળ્યું હતું.
પોતાના પરિવારનું ગુજરાન ચાલે તે માટે પૈસા કમાવવા માટે નીકળેલા બન્ને યુવકોની હત્યા થઈ હોવાની આશંકા વચ્ચે
પરિવારની આખોમાંથી આંસુ શરૂ થઈ ગયા હતા. ક્યાંક બહેન પોતાના ખોયેલા ભાઈને યાદ કરી આંસુ પાડી રહી હતી, તો ક્યાંક પિતાએ પોતાના હાથે
પૈસા કમાવવા મોકલેલ પુત્ર ખોઈ બેસતા ચારે બાજુ લોકોની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. ત્યારે પોલીસે પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News