ડુંગરાસણની પરિણીતાની પ્રેમીએ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-16 11:04:22
  • Views : 378
  • Modified Date : 2021-01-16 11:04:22

કાંકરેજના ડુંગરાસણ ગામની ૧૦ દિવસથી ગુમ મહિલાની લાશ મંગળવારે દિયોદરના ગોદા પાસે પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલના સાયફનમાં કોથળામાં ઈંટોમાં બાંધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં પોલીસે એલ.સી.બી.ની મદદ લઇ બે આરોપીને ઝડપી
પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ગામે રહેતી પરિણીત મહિલા પૂજા ઠાકોરની હત્યા કરેલ લાશ દિયોદર તાલુકાના ગોદા- મેસરા નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. જે બાબતે દિયોદર પોલીસ મથક ખાતે ૩૦૨ મુજબ હત્યાનો ગુન્હો નોંધાયો હતો. જે અંગે દિયોદર નાયબ પોલીસ અધિક્ષક
પી.એચ.ચૌધરી અને દિયોદર
પી.એસ.આઈ. એસ.જે.
પરમાર તેમજ જિલ્લા એલ.સી.બી. પોલીસ સ્ટાફની મદદ લઇ અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે તેરવાડા ગામના મહેન્દ્રજી મગનજી ઠાકોરની અટકાયત કરી હતી અને સઘન પૂછપરછ કરતા આરોપી મહેન્દ્રજી ઠાકોરે પૂજા ઠાકોરને ગળે ટૂંપો આપી હત્યા કરી કુટુંબી કાકાના દીકરાની મદદ લઇ લાશને કોથળામાં ભરી દઈ ઈંટો ભરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. જે હત્યા કેસમાં
પોલીસે હત્યા કેસમાં મદદ કરનાર જેણાજી હીરાજી
ઠાકોરની પણ અટકાયત કરી હતી. આમ, અનડીટેકટ મર્ડર કેસમાં
પોલીસને સફળતા મળી છે.

Download Our B K News Today App



Related News