ધાનેરા તાલુકાના સિયા ગામે પતિએ કરી પત્નીની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-29 11:35:15
  • Views : 678
  • Modified Date : 2019-06-29 11:35:15

ધાનેરા તાલુકાના સિયા ગામે રહેતા ગોસ્વામી
પરિવારમાં પતિએ પત્નીની હત્યા કરતો ચકચાર મચી જવા પામી છે અને લોકોએ આ અંગે પોલીસને જાણ કરતો પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
ધાનેરા તાલુકાના સિયા ગામે રહેતા મણીનગર પ્રતાપગર ગોસ્વામી ના લગ્ન રેખાબેન સાથે થયા હતા. પરંતુ શુક્રવારના રોજ બપોરના સુમારે પોતાની પત્ની રેખાબેન  ગોસ્વામી ઉ. વર્ષ ૨૦ વાળીને પોતાના પતિએ  મારી મોતને ઘાટ ઉતારી હતી. જે અંગે લોકોને જાણ થતાં લોકોએ ધંધા પોલીસને જાણ કરી હતી જેથી ધાનેરા પી.આઈ. સી. એસ. સોલંકી તથા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી આરોપીને ઝડપી પાડયો હતો તેમજ યુવતીની હત્યા થઈ  તે સ્થળનું પંચનામું કરી હત્યા માં વપરાયેલ કુહાડી કબજે લીધી હતી. તેમજ યુવતીના પિયર પક્ષને આ બાબતની જાણ કરી હતી. અને લાશને પોસ્ટમોર્ટમ માટે ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી આ બાબતે યુવતીના પિયરિયા મોડા આવતા મોડે સુધી ફરિયાદ નોંધાવા પામી ન હતી. પોલીસે આ બાબતની ઝીણવટભરી
તપાસ હાથ ધરી હતી.
પરંતુ હત્યા કરનાર યુવતીના પતિએ કોઈપણ કારણ ન બતાવતા પોલીસને પૂરતી માહિતી મળી ન હતી. ત્યારે બીજી તરફ ધાનેરા તાલુકામા હત્યાના સિલસીલાને લઈને લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

Download Our B K News Today App



Related News