ડીસા તાલુકાના વડાવળ ગામે ઇસમની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-17 10:53:59
  • Views : 353
  • Modified Date : 2020-02-17 10:53:59

ડીસા તાલુકાના વડાવળ ખાતે રાત્રીના સમયે એક ઇસમની ધાતકી હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
આ અંગેની ભીલડી પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર ડીસા તાલુકાના વડાવળ ગામની એક પરિણીતા સાથેના આડા સંબંધને લઇ ગામના સુરાજી કુભાજી
ઠાકોરની  કરપીણ હત્યા થઇ હોવાની જાણ ભીલડી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી લાશને નજીકની ભીલડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. જેમાં પીએમ કરી લાશને વાલીવારસોને સોંપવામાં આવી હતી.  અંગે ભીલડી પોલીસ મથકમાં મરણ જનારના ભાઇ પુનમાજી કુંભજી વાઘેલાએ ફરિયાદ નોંધવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હત્યા કરનાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ ચક્રોગતિમાન કર્યો છે. હત્યાને વડાવલ ગામમાં ચકચાર મચી જવા પામ્યો છે.


Download Our B K News Today App



Related News