બનાસકાંઠા જિલ્લામાં હત્યા-આત્મહત્યાના બનાવોનો રાફડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-01 10:49:25
  • Views : 665
  • Modified Date : 2019-07-01 10:49:25

બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન હત્યા અને આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત છે. બનાસકાંઠા જિલ્લામાં  દરરોજ ઓછામાં ઓછો એક કિસ્સો તો હત્યા હોય કે પછી આત્મહત્યાનો બહાર  આવે છે,  જેને લઇ સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે. અને આવા બનાવો બનતા લોકોમાં  ફફડાટ ફેલાઈ ગયો છે. કેમ લોકો આત્મહત્યા કરવા તૈયાર થાય છે, એવી તો કંઈ ચિંતા છે જેથી લોકો આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. તેની સાથે સાથે લોકોને એવું તો શું પામી લેવું છે તો કોઈ નાની એવી વાત પર હત્યા કરી બેસે છે. જે હોય તે પરંતુ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોના ત્રાસથી અનેક હત્યાઓના બનાવો સામે આવી રહ્યા છે. બીજી તરફ પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા કરવાના બનાવો પણ હાલમાં સામે આવી રહ્યા છે. ખાસ કરીને હત્યા અને આત્મહત્યાના બનાવો બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ લાખણી તાલુકાના કુડા ગામે વ્યાજખોરોના ત્રાસથી પિતાએ જ પોતાના આખા પરિવારને  તીક્ષ્ણ હથિયાર વડે રહેસી નાખ્યો હતો. જે બાદ ગઈકાલે પણ ખેડૂતો માટે જીવાદોરી સમાન થરાદ પાસે આવેલ નર્મદા નહેરમાંથી રાજસ્થાનના ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા અને એક અન્ય વ્યક્તિની પણ આ નહેરમાંથી લાશ મળી આવી હતી. અગાઉ
પણ આ નર્મદા નહેરમાં અનેક લોકો પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા કરી ચૂક્યા છે. જેથી હાલ તો લોકો માટે જીવાદોરી સમાન આ નર્મદા નહેર મોતની નહેર સાબિત થઈ રહી છે. આ હત્યા અને આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં બનતા આ બનાવોને ડામવા પોલીસ તંત્ર એ કડકાઈથી પગલાં લેવા પડશે અને લોકો એ પણ જાગૃત થઈ કોઈ મનદુઃખ થયું હોય તો તેને વિચારીને તેનો હલ લાવો જોઈએ  ના કે તેની હત્યા કરવી જોઈએ કેમ કે તમે તો હત્યા કરી દેશો પણ તેને ભોગવવું તમારા પરિવારને પડે છે. માટે  સતર્ક રહો સાવધાન રહો.
ચાલો કરીએ બનાસકાંઠા જિલ્લામાં થયેલ હત્યા અને આત્મહત્યાના બનાવો પર એક નજર
- થરાદ તાલુકાના માડકા ગામના પતિ પત્નિ એ કોઈ અગમ્ય કારણોસર થરાદ મુખ્ય કેનાલમાં પડતું મૂકી મોતને વહાલું કર્યુ હતું.
- વડગામ તાલુકામાં નાંદોત્રા ગામે ખેતરમાં રાખેલ ભાગીયા એ ખરાબ દ્રષ્ટિ રાખી ખેતર માલિકની પુત્રીની ધોળા દિવસે ચપ્પાના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી.
- કાંકરેજ તાલુકાના થરા - રાધનપુર હાઈવે પર આવેલ રણકપુર નજીકથી પસાર થતી કેનાલમાંથી એક યુવકની લાશ મળી આવી હતી.
- અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે એક પિતાએ પુત્રને ઠપકો આપતા પુત્રએ ઉશ્કેરાઈ જઈ પિતાના પીઠમાં છરીના ઘા મારી ફરાર થઈ ગયો હતો.
- ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામના યુવકે રેલ્વે નીચે પડતું મૂકી પોતાની જીવનલીલા સંકેલી લેતા પરિવાર પર આભ તુટી પડ્‌યું હતું.
- બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ એવા બાલારામ ખાતેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા તેના વાલી વારસાને શોધવાની તજવીજ હાથ ધરાઇ હતી.
- અમીરગઢ પોલીસ પર ફાયરિંગ કરી ફરાર બે આરોપી પૈકી એકની લાશ મળી આવી હતી.
- દિયોદર તાલુકાના કુંવાતા ગામના આધેડે વ્યાજના બોજ તળે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરવાનો  પ્રયાસ કર્યો હતો.
- સિદ્ધપુરમાં પસવા દળની પોળે આવેલ સિકોતર માતાના મંદિરની સામે નદીના પટમાં કટારીયા વિસ્તારમાં બાવળના ઝાડ પર યુવકે અને યુવતીની વીજળીના  જાડા તારથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.
- આગથળા ગામની સીમમાંથી વરખડાના વૃક્ષ નીચે ગામના આશાસ્પદ યુવાનનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો.
- ધાનેરા તાલુકાના સિયા ગામે રહેતા ગૌસ્વામી પરિવારમાં પતિએ પત્નીને બપોરના સુમારે કુહાડી મારી હત્યા કરી હતી.

Download Our B K News Today App



Related News