અંબાજીના મેળામાં આદિવાસી યુવકની હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 10:45:38
  • Views : 570
  • Modified Date : 2019-05-19 10:45:38

અંબાજી ખાતે શનિવારના દિવસે પૂનમને લઈને આદિવાસી સમાજનો લોકમેળો ભરાયો હતો. જેમાં
આજુબાજુથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના
ભાઈ- બહેનો મેળામાં ગયા હતા. આ  મેળામાં કોઈ કારણસર કેટલાંક અજાણ્યા શખ્સોએ નાઈવાડા ગામના માનાંભાઈ બાબુભાઈ ડુંગાઈચાના ગળાના ભાગે છરો માર્યાે હતો. જેથી લોહી લુહાણ થતાં તેમનું મૃત્યુ થયું હતું.
આમ આ ઘટના અંગે
પોલીસને જાણ થતા અંબાજી
પોલીસ મથકનો સ્ટાફ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન મૃતકના ગજવામાંથી મળેલા આધાર કાર્ડના આધારે તેની ઓળખ થવા પામી હતી. જોકે આ યુવકની હત્યા કયા કારણોસર થઇ છે તે હજુ બહાર આવ્યું નથી.પરંતુ રક્તરંજીત બનેલા આ મેળામાં બનેલી ઘટનાના પગલે અંબાજી
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News