ઘર કંકાસમાં , પ્રેમલગ્ન કર્યા હતા, પતિ શંકાના દાયરામાં પરિણીતાની છરીનો ઘા મારી હત્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 17:01:04
  • Views : 1450
  • Modified Date : 2019-12-30 17:01:04

શહેરમાં કોરાઇ માતાજીના મંદિર પાસે ઝુંડાળા શેરી નં.9માં રહેતી જયશ્રીબેન નિલેશ ઓડેદરા(ઉ.વ.42)ની ઘરકંકાસને કારણે ઘરમાં જ છરીનો ઘા મારી હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. જયશ્રીબેને નિલેશ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. નિલેશ અવારનવાર જયશ્રીબેનને મારતો હોવાથી શંકાના દાયરામાં છે. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી પોલીસે નિલેશની પૂછપરછ હાથ ધરી છે.પાંચ મહિના પહેલા નિલેશે માથામાં છરીનો ઘા માર્યો હતોનિલેશ સાથે લગ્ન કર્યા તે પહેલા જયશ્રીબેને અગાઉ બેવાર લગ્ન કર્યા હતા. આ તેમના ત્રીજા લગ્ન હતા. જ્યારે નિલેશના આ બીજા લગ્ન હતા. 5 મહિના પહેલા જ નિલેશે જયશ્રીબેનના માથામાં છરીનો ઘા માર્યો હતો. તેમજ 1 વર્ષ પહેલા પણ છરીનો ઘા મારી લીધો હતો. છતાં જયશ્રીબેને તેના પતિ વિરૂદ્ધ પોલીસમાં કોઇ પણ પ્રકારની ફરિયાદ નોંધાવી નહોતી. આગલા ઘરના પતિથી જન્મેલા તુષાર નામના દીકરાને જયશ્રીબેન લાવી હતી. પરંતુ પતિના અસહ્ય ત્રાસથી પરત મુકી આવી હતી. જયશ્રીબેનને પેટના ભાગે છરીનો ઘા મારેલો હોવાથી આંતરડા બહાર નીકળી જતા મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી નિલેશ દારૂનો ધંધો કરતો હતો.

Download Our B K News Today App



Related News