સિદ્ધપુરના સફાઈ કર્મચારીઓએ એક દિવસ કામથી અળગા રહી હાથરસ કાંડનો વિરોધ નોંધાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 11:07:57
  • Views : 316
  • Modified Date : 2020-10-11 11:07:57

ઉત્તરપ્રદેશના હાથરસ ગામે દલિત સમાજની દીકરી સાથે દુષ્કર્મ હત્યાના વિરોધમાં પાટણ જિલ્લાના સિદ્ધપુર પાલિકા સફાઈ કામદારો દ્વારા એક દિવસની પ્રતિકાત્મક હડતાલ કરવામાં આવી હતી. જેમાં કામદારોએ એક દિવસ શહેરભરમાં સફાઈ ન કરીને વિરોધ નોંધાવ્યો. શહેરભરમાં સફાઈ કામગીરી સંપૂર્ણ બંધ રાખી રેલી નીકાળી દલિત સમાજની દીકરીને ન્યાય આપવાની માંગ કરવામાં આવી. ઉત્તર પ્રદેશની ગેંગરેપની ઘટનામાં પીડિત
પરિવારને વહેલામાં વહેલા ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીના હાથરસ ખાતે સામુહિક દુષ્કર્મની ઘટનાના પડઘા દેશભરમાં પડયા છે. જેનો વિરોધ ગુજરાતમાં પણ થઈ રહ્યો છે. સિદ્ધપુરમાં સફાઈ કર્મચારીઓએ એક દિવસ કામથી અળગા રહી પીડીતાને ન્યાય મળે એવી માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

Download Our B K News Today App



Related News