ઢીમા સપ્રેડા ડીસ્ટ્રી. કેનાલનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 11:09:57
  • Views : 400
  • Modified Date : 2019-12-03 11:09:57

વાવ તાલુકામાં સિંચાઈ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો
રૂપિયાના ખર્ચે કેનાલો થકી ખેડૂતોને ખેતરે ખેતરે નર્મદાનું
પાણી પહોંચે તે માટે નર્મદાની કેનાલો બનનાવવામાં આવી છે. જેમાં ખેડૂતોને સિંચાઈ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બનાવેલ કેનાલોમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જે કેનાલો થકી ખેડૂતોને ખેતરે ખેતરે પાણી પહોંચાડવાનું સ્વપ્ન હતુ એ જ કેનાલો આજે ખેડૂતો માટે અભિશાપરૂપ બની છે . ત્યારે વાવ તાલુકાની ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનાં સમારકામ કરતી વખતે થરાદની નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઈજનેર એસ.બી.રાણાએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોનો બચાવ કરતાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા બસ નળી નાખવામાં આવે છે. તેના કારણે પાણી પ્રેશરથી જવાથી કેનાલમાં ગાબડું પડયું છે, તેવું કહીને તેમને બચાવ કર્યો હતો.
વાવ તાલુકામાં બનેલ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ કેનાલોમાં છાસવારે ગાબડાઓ પડે છે. ત્યારે ખેડૂતોના મોંઘમુલા પાકનું સત્યાનાશ થઈ જાય છે. ત્યારે નર્મદા નિગમનાં અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોના પેટનું પાણીએ હલતું નથી.તો વળી રાજ્ય સરકાર સૌનો સાથ અને સૌના વિકાસની વાતો કરે છે. ત્યારે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓનો વિકાસ થાય છે અને ખેડૂતોના પાકનો સત્યાનાશ થાય છે. ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પર ડામર રોડ અને માટીના પુરાણ વગર જ બાંધકામ હોવાથી વારંવાર ગાબડાઓ પડે છે. આ અંગે ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી છે છતાં પણ જ્યારે કેનાલમાં ગાબડાઓ પડે છે તો એ સમય પૂરતું તકલાદી કામ કરીને જતાં રહે છે.

Download Our B K News Today App



Related News