ધાણધામાં પતિએ જ પત્નીની ટુંપો આપી હત્યા કર્યાનું ખુલ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 15:53:25
  • Views : 705
  • Modified Date : 2020-03-29 15:53:25

ધાણધા અને ગોઢ ગામ નજીક આવેલા પહાડોમાંથી ચાર દિવસ અગાઉ અજાણી આદિવાસી મહિલાની લાશ મળી આવી હતી. જેનો ભેદ ઉકેલાઇ જતા પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પતિની ધરપકડ કરી હતી. 
2 વર્ષથી મહિલા રીસાઇને તેના ભાઇના ઘરે રહેતી હતી
ધાણધા અને ગોઢ ગામ નજીક આવેલા પહાડોમાં અજાણી મહિલાની લાશ રવિવારે મળી આવી હતી. જેની પોલીસે તપાસ કરતા મહિલાના લગ્ન 10 વર્ષ અગાઉ અમીરગઢના કાનપુરા ગામે સોનાભાઇ ભાણાભાઇ ખરાડી સાથે થયા હતા. જોકે છેલ્લા 2 વર્ષથી મહિલા રીસાઇને તેના ભાઇના ઘરે રહેતી હતી. પરંતુ મહિલાને કોઇ અન્ય પુરુષ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી તેના પતિએ શનિવારે ફોન કરી મળવા બોલાવ્યા બાદ ઓઢણાથી ટુંપો આપી હત્યા કરી લાશને જંગલ વિસ્તારમાં ફેંકી દિધી હતી. પાલનપુર તાલુકા પોલીસ મથકે મૃતક મહિલાના ભાઇએ બુધવારે સોનાભાઇ ભાણાભાઇ ખરાડી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગૂનો નોંધી આરોપીને ઝડપી પાડયો હતો.

Download Our B K News Today App



Related News